પશુઓને વાહનોમાં ઠાંસી ઠાંસીને ભરીને લઈ જવાથી સંક્રમણનો ખતરો સર્જાયો છે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી પ્રમાણે, જાનવરોના ટ્રાન્સપોર્ટેશન વખતે તેમનામાં એન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો ખતરો વધી જાય છે, જેનાથી કોઈ પ્રકારનું સંક્રમણ થતાં તેમના પર એન્ટિ બેક્ટેરિયલ દવાઓની અસર નથી થતી. પશુઓ પર કોઈ સારવાર કામ ના કરે તેવા સંક્રમણના કારણે સુપર બગ ઇન્ફેક્શન શરૂ થાય છે.
યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીને જાનવરોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જતી વખતે એન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ખતરાની તપાસમાં માલુમ પડ્યું છે કે, ટ્રાન્સપોર્ટેશન વખતે જાનવરો વચ્ચે વધુ બેક્ટેરિયાની અદલાબદલી થાય છે. તેથી બેક્ટેરિયાને અનેકગણા વધી જવાની તક મળે છે.
અનેક દેશોમાં દૂધાળા ઢોરના ટ્રાવેલમાં બ્રેક ટાઇમ જરૂરી
અનેક દેશોમાં દૂધાળા ઢોરના પરિવહનમાં બ્રેક ટાઇમ અનિવાર્ય કરાયો છે. બ્રિટનમાં પશુઓને આઠ કલાકથી વધુ ટ્રાવેલ ના કરાવી શકાય. આ સમય કેનેડામાં 12 કલાક અને અમેરિકામાં 16 કલાક છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, બ્રેક ટાઇમથી સંક્રમણનો ખતરો ઘણે અંશે ઘટાડી શકાય છે.