બાળકોની પ્લે સ્કૂલ કે ડે કેરમાં હર્યા-ભર્યા છોડ સામેલ કરવાથી તેની પ્રતિરક્ષા પ્રણાલી (ઇમ્યૂન સિસ્ટમ)માં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થાય છે. ફિનલેન્ડના ડે કેર સેન્ટર પર થયેલી શોધમાં એ સામે આવ્યું છે. રિસર્ચ અનુસાર 4-5 વર્ષનાં બાળકોને 28 દિવસની અંદર નાના જંગલ જેવા વાતાવરણમાં રમવા દેવાથી તેમનાં આંતરડા અને ત્વચામાં માઇક્રોબ્સની વિવિધતામાં સુધારો થયો. જે હેલ્ધી પ્રતિપક્ષા પ્રણાલી સાથે જોડાયેલું છે. જે બાળકોને ઘાસ અને છોડ (જેમ કે વડનું ઝાડ અને બ્લૂબેરી) અને પાક ઉગાડનારા પ્લાન્ટર બોક્સની સાર-સંભાળની તક આપવામાં આવી એ બાળકોના બ્લડમાં ટી-સેલ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ પ્રતિરક્ષા માર્કરોમાં વધારો જોવા મળ્યો.
રિસર્ચ સાથે સંકળાયેલા શોધકર્તા મારજા અનુસાર બાળકોને પ્રકૃતિ નજીક લાવવા અને તેમને માટીમાં રમવા દેવાથી પ્રતિરક્ષા પ્રણાલીની તકલીફોને રોકવામાં સહાયક થઈ શકે છે.