વિશ્વભરમાં અત્યારે નિવૃત્તિની ઉંમર 60 વર્ષ અથવા તેની આસપાસ છે. પરંતુ જે રીતે અત્યારે મેડિકલ સાયન્સમાં પ્રગતિ થઇ રહી છે અને જીવન સ્તરમાં સુધારો થઇ રહ્યો છે, તો લોકો હવે પહેલાથી વધુ લાંબા આયુષ્યનો આનંદ માણી રહ્યા છે અને સ્વસ્થ જીવનશૈલી ધરાવે છે. તે ઉપરાંત અત્યારે જીવનનિર્વાહનો ખર્ચ પણ દિવસે દિવસે વધી રહ્યો છે. તેને જોતા વિશ્વભરના અનેક વિશ્લેષકોનું માનવું છે કે હવે નિવૃત્તિની ઉંમર પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. માર્ચમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકરૉકે કંપનીના રોકાણકારો માટે એક વાર્ષિક પત્ર પણ જારી કર્યો હતો.
તેના સીઇઓ લેરી ફિકે 60ની ઉંમરમાં આરામથી અને આર્થિક રીતે સુરક્ષિત રીતે નિવૃત્ત થવાની આશા રાખી રહેલા કર્મચારીઓને ચેતવણી આપી છે. ફિંક અનુસાર જેમ જેમ ગ્લોબલ લાઇફ એક્સપેટન્સી એટલે કે જીવન જીવવાની સંભાવના વધે છે, સામાજિક સુરક્ષા નબળી થાય છે અને જીવનનિર્વાહનો ખર્ચ પણ વધે છે. ફિંકે ચેતવણી આપી છે કે 65 વર્ષની ઉંમરમાં મહત્તમ લોકો માટે નિવૃત્તિ સંભવ નહીં હોય. ફિંક અનુસાર આરામદાયક આધુનિક રિટાયરમેન્ટ માટે 65ની ઉંમર બાદ કામ જરૂરી છે. કેટલીક સરકાર પહેલાથી જ રિટાયરમેન્ટની ઉંમર 65 અને તેનાથી વધુ કરી રહી છે. મે 2026 અને માર્ચ 2028 વચ્ચે યુકેમાં પેન્શનની ઉંમર 66 થી વધીને 67 થવાની છે.
વર્ષ 2044 તે વધીને 68 થઇ શકે છે. વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં વધતી વૃદ્ધની વસતીને કારણે લેબરની અછતનો સામનો કરી રહેલા થાઇલેન્ડે પ્રાઇવેટ સેક્ટરમાં 55 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થનારા વૃદ્ધ શ્રમિકોની કામ પર પરત ફરવા માટેની નીતિ લાગૂ કરી છે. વર્ષ 2000 થી 2019ની વચ્ચે ગ્લોબલ લાઇફ એક્સપેક્ટન્સી 67 થી વધીને 73 વર્ષ થઇ ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્ષ 2050 સુધી વિશ્વના દરેક છમાંથી એક વ્યક્તિ 65 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના હશે.