Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડેડિયાપાડા તાલુકાના માલસામોટ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં જાહેર મંચ ઉપર ચૈતર વસાવાને માઇક નહિ આપતાં ચૈતર વસાવાએ મંત્રીની હાજરીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે કાંઈ ફોટા પડાવવા કે નાસ્તો કરવા નથી આવ્યા, લોકોના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ.

જાહેર ક્રાયક્રમમાં પ્રોટોકોલ ન જળવાતાં ચૈતર વસાવાએ કહ્યું કે, અમે કાઈ ફોટા પડાવવા નથી આવ્યા કે નાસ્તો કરવા નથી આવ્યા. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છીએ. ફોરેસ્ટવાળા પોતપોતાની ઘરની એજન્સીઓ રાખીને દર વર્ષે 8થી 10 કરોડ રૂપિયા ઉતારે છે. વનવિભાગના અધિકારીઓને તતડાવતાં કહ્યું કે, પ્રોટોકોલ સાચવજો. તમારા મગજમાં કોઈ ધુમાડો હોઈ તો કાઢી નાખજો. હવેથી પ્રોટોકોલ જાળવજો બીજીવાર આવી ભુલ ના કરતા બાકી તમે જાણો જ છો.

ચૈતર વસાવાએ વનમંત્રીની હાજરીમાં જ વન વિભાગની પોલ ખોલી હતી. વન વિભાગ પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે,, 49 લાખના કૌશલ્ય વર્ધક કેન્દ્રના લોકાર્પણ-ઉદ્ઘાટનમાં નર્મદા વન વિભાગે 6 કરોડ ખર્ચ બતાવી વાઉચરથી ટ્રાઈબલના નાણા વાપર્યા, આ કઈ રીતની સિસ્ટમ છે. ફોરેસ્ટ વિભાગ જંગલ સાચવવાના બદલે દર વર્ષે પોતપોતાની એજન્સી રાખીને કરોડો રૂપિયા ઉતારે છે. વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ગયા વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ આ જ જગ્યા થયો હતો. તે રોપા કયા ગયા? સરીબાર જેવા ગામોમાં રોડ રસ્તાની વ્યવસ્થા નથી. ફોરેસ્ટવાળા પોતાની ઘરની એજન્સીઓને કામે લગાડીને આઠ દસ કરોડ રૂપિયા ઉતારે છે.