ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં 22 જૂને અનોખા તહેવાર દેવસ્નાન પૂર્ણિમાની તડામાર તૈયારીઓ પુરી થઇ ચુકી છે.કહેવામાં આવે છે કે આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો. એટલા માટે મહાપ્રભુ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે. આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે, તેથી તેઓ આગામી 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી. આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે. રથયાત્રાના બે દિવસ પહેલાં ગર્ભગૃહ ભક્તો માટે ખુલી જાય છે. આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે.
શુક્રવારે સવારે સુના ગોસાઇન (કુવા નિરીક્ષક) દેવેન્દ્ર નારાયણ બ્રહ્મચારીની હાજરીમાં કૂવાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમણે ભાસ્કરને કહ્યું કે તે 4-5 ફૂટ પહોળો ચોરસ કૂવો હતો. જેમાં પંડ્ય રાજા ઇન્દ્રદ્યુમ્ને તળિયે દિવાલો પર સોનાની ઇંટો લગાવી હતી.
સિમેન્ટ અને લોખંડના બનેલા તેમના ઢાંકણાનું વજન દોઢથી બે ટન જેટલું હોય છે, જેને 12 થી 15 સેવકો હટાવે છે. જ્યારે પણ કૂવો ખોલવામાં આવે છે, ત્યારે તેમાં સોનાની ઇંટો દેખાય છે. ઢાંકણમાં એક છિદ્ર છે, જેના દ્વારા ભક્તો તેમાં સોનાની વસ્તુઓ મૂકે છે.