Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોકોમાં અધિકારો પ્રત્યેની જાગૃતિ અને લોકમતના દબાણનું પરિણામ એ છે કે વિશ્વમાં લોકશાહી સરકારો અને તેમના નેતાઓ ઝડપથી બદલાઈ રહ્યા છે. યુરોપના મોટાભાગના દેશોમાં દર બે વર્ષે સરકાર બદલાતી રહે છે. કારણ કે લોકો બે વર્ષથી વધુ સમય પછી એક જ સરકાર ઈચ્છતા નથી. 2022માં જ બ્રિટનમાં ત્રણ લોકો વડાપ્રધાન બન્યાં હતાં.


પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં આ વાત સામે હતી. જેમાં બીજા વિશ્વ યુદ્ધથી 2022 સુધીમા બ્રિટન સહિત યુરોપિયન યુનિયનના 22 દેશોમાં સરકારના સરેરાશ કાર્યકાળની ગણતરી કરવામાં આવી હતી. આ રિસર્ચનું તારણ આ છે કે મોટાભાગના યુરોપિયન દેશોમાં બે વર્ષમાં એકવાર સરકાર બદલાય છે. બેલ્જિયમ, ફિનલેન્ડ અને ઇટાલીમાં સૌથી ટૂંકા કાર્યકાળવાળી સરકારો હતી. આ દેશોમાં સરકારો સરેરાશ એક વર્ષ પણ ટકી શકી નથી. બંધારણમાં નક્કી કરાઈ સમયસીમાની સામે સરકારો ખૂબ જ ટૂંકા ગાળા માટે ચાલી શકી હતી.લક્ઝમબર્ગમાં સરકારનો સરેરાશ કાર્યકાળ સૌથી વધુ સાડા ચાર વર્ષનો હતો. જો કે, આ પણ પાંચ વર્ષના નિશ્ચિત કાર્યકાળ કરતાં ઓછો રહ્યો છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ એવું જરૂરી નથી કે ફેરફારો માત્ર ચૂંટણી દ્વારા જ આવે. પક્ષો વચ્ચે ગઠબંધનથી સંસદમાં બહુમતી મેળવ્યાં પછી સરકારમાં ફેરફારો થયા હતાં. દાખલા તરીકે, બ્રિટનમાં 2022માં નવા વડાપ્રધાન ચૂંટણી વગર જ બન્યા હતા. યુરોપના તમામ દેશોમાં આવું બન્યું છે. આ બાબત બેલ્જિયમ, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ઇટાલી, લાતવિયા, પોલેન્ડ અને સ્લોવેનિયામાં ખૂબ જ સામાન્ય છે.