દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ પર જવા આવવા માટે તેમજ વતન પરત આવવા માટે અેસ.ટી. વિભાગે સમગ્ર રાજ્યમાં એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગે 170 એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, પંચમહાલ, જૂનાગઢ, ઉના, દ્વારકા રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કારોતરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓના રૂટ પરની બસ રદ કરી તા.7થી 11 નવેમ્બર દરમિયાન પ્રવાસન રૂટ પર બસ દોડાવાશે.