છત્તીસગઢની રાજધાની રાયપુરથી જોડાયેલા દુર્ગ જિલ્લાના અમલેશ્વરમાં એક બુલિયન દુકાનમાં ધોળાદિવસે અસામાજિક તત્વોએ દુકાન માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ ગુંડાઓએ લાખો રૂપિયાના ઘરેણાં પણ લૂંટીને લઇ ગયા. બંને શખ્સોએ એકદમ નજીકથી વેપારીને ધડાધડ ગોળીઓ મારી. થોડીક્ષણોમાં જ ઘરેણાં લઇને દુકાનથી નાસી છૂટ્યા. આ બંને હત્યારાઓમાંથી એક યુવકનો સીધા હાથની કોણીની નીચેથી કપાયેલો છે. આ સમગ્ર ઘટનાનો લાઇવ VIDEO પણ સામે આવ્યો છે.
અમલેશ્વરના તિરંગા ચોકમાં સમૃદ્ધિ જ્વેલર્સ નામથી સોના-ચાંદીના ઘરેણાંની દુકાન છે. ગુરુવારે અંદાજિત 1 વાગ્યે 2 યુવક સામાન્ય ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા. દુકાન સંચાલક સુરેન્દ્ર કુમાર સોની (52 વર્ષ) આ સમયે એકલા હાજર હતા. યુવકોએ તેમને કેટલાક ઘરેણાં બતાવવા કહ્યું.
ત્યારબાદ સુરેન્દ્ર ઘરેણાં બતાવતા રહ્યા. આ સમયે કંઇક લેવા માટે નીચે ઝીક્યા. તેમનું માથું કાઉન્ટરથી નીચે થયું અને બે યુવકોમાંથી એક યુવકે તેનું માથું પકડીને જોરથી કાઉન્ટર પર પછાડ્યું. પછી બન્ને શખ્સોએ પિસ્તોલ કાઢી અને સુરેન્દ્ર સોની પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું. બન્નેએ તેમના માથા પર, છાતી પર અને ચેહરા પર સતત પાંચ-છ ફાયર કર્યા. જ્યારે તે પોતાની ખુરશી પર પડી ગયા તો એક યુવકે તેમની છાતી પર જોરથી લાત મારી અને નીચે પાડી દીધા. ત્યારબાદ બંનેએ તુરંત કાઉન્ટર અને દુકાનમાં રાખેલા ઘરેણાં ભેગા કરીને બહાર નીકળી ગયા.