બાળકોની જેમ જ પુખ્તવયના લોકો માટે પણ તેમની વયના જ લોકોની સાથે આરામ અને તેમની સાથે સમય ગાળવાની બાબત ખૂબ જ જરૂરી છે. પોતાના સાથીઓ સાથે સમય ગાળવાથી ઊંડી વાતચીતની સાથે નજીકની મિત્રતા વધે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આમનેસામનેના સંપર્ક ભાવનાત્મક રીતે નજીકના સંબંધો મજબૂત કરવામાં પણ ભૂમિકા અદા કરે છે. મોટા ભાગના પુખ્તવયના લોકોને નિર્ધારિત અને ચોક્કસ ગતિવિધિઓની ટેવ હોય છે.
નક્કી કરો કે કેવો સમય વિતાવવા ઈચ્છો છો: સાથે સમય વિતાવવાની ઘણી રીતો હોઈ શકે છે. જો વાતચીત કરવા ઈચ્છો છો, તો ફોનને બદલે એકબીજાના ઘર પર સમય વિતાવી શકો છો. જો કંઈ સક્રિય કરવામાં વધુ સહજ અનુભવતા હોવ તો ડ્રાઇવ પર જઈ શકો છો. ઘરનાં નાના-નાના કામ પણ સાથે કરી શકો છો.
વધુ સમયની આશા ન રાખો: કેટલો સમય સાથે વિતાવવો છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ શકે છે. સામાન્ય રીતે લોકો આ કારણે પરેશાન પણ રહે છે. તે નથી જાણતા કે બીજી વ્યક્તિ તેના માટે કેટલો સમય કાઢી શકે છે. તેનું સમાધાન વધુ સમયની અપેક્ષા નથી કરવાનું છે. પણ, ભલે ઓછા સમય માટે પણ સાથે થોડો સમય વિતાવવાની કોશિશ કરવાનું છે.
પહેલીવાર અજુગતું લાગી શકે છે: એ સ્વાભાવિક છે કે વયસ્કોને પહેલીવાર કોઈ કામ વગર કે કારણ વગરનો સમય સાથે વિતાવવો અજીબ લાગી શકે છે. પરંતુ સાથે સમય વિતાવવાનો એક ફાયદો એ છે કે તેનાથી આપણને લોકોમાં છુપાયેલા વ્યક્તિત્વને જાણવાનો મોકો મળે છે.