WHOના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. 31%થી વધુ ભારતીયો દારૂનું સેવન છે. તેમાં પુરુષોની સંખ્યા (40.9%), મહિલાઓ (20.8%) કરતાં બમણી છે. રિપોર્ટ અનુસાર, 15-19 વર્ષના ભારતીય કિશોરોને દારૂની લત લાગી છે. તેમાં 13.9% યુવક છે, જ્યારે 11.4% યુવતી છે. તે ઉપરાંત 7.1% યુવાઓ મહિનામાં અનેકવાર અને ભારે માત્રામાં દારૂ પીએ છે, જ્યારે 5.2% યુવતીઓ એવું કરે છે. વર્ષ 2030 સુધી ભારતમાં પ્રતિ વ્યક્તિ વપરાશ વધીને 6.7 લિટર થવાનું અનુમાન છે. તેમાં યુરોપિયન દેશ 9.2 લિટરની સાથે ટોચ પર છે.
WHOના ‘દારૂ અને સ્વાસ્થ્ય તથા માદક દ્રવ્યોના સેવન સંબંધિત વિકારો’ પરના વૈશ્વિક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે 20 મોતમાંથી એક મોત દારૂને કારણે થાય છે. અંદાજે 26 લાખ લોકો તેને કારણે જીવ ગુમાવે છે, જે કુલ મોતના 4.7% છે.
ભારતમાં પ્રતિ 1 લાખની વસતી પર દારૂને કારણે મોતનો દર 38.5 છે, જ્યારે ચીનમાં 16.1 છે. ભારતીય પુરુષોમાં ચીનના 29.6%ની તુલનાએ મોત તેજીથી (63%) વધ્યા છે. ભારતીય મહિલાઓમાં ચાર ગણાં વધુ મોત છે. પ્રતિ લિટર દારૂના સેવનને કારણે થનારાં મૃત્યુ નિમ્ન આવકવાળા દેશોમાં સૌથી વધુ છે,