Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે. અલબત્ત, કંપની દ્વારા આ માટે સૌપ્રથમ ટુ વ્હીલર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે તેનું પ્રોડ્કશન પણ આગામી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હાઈડ્રોજનથી મોપેડ ચલાવવામાં આવે તેવો પાઈલટ પ્રોજેક્ટ પ્રથમ વખત નડિયાદ ખાતેથી શરૂ થશે. નડિયાદ ખાતેના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન આગામી જાન્યુઆરી માસથી શરૂ કરી દેવામાં આવશે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજિત રૂપિયા 2 લાખની કિંમતનું બાઈક રહેશે, જે અંદાજિત 199ની એવરેજ આપશે. એટલે ચાર્જ કરવું કે વારંવાર ફૂએલ ટેન્ક ફૂલ કરવાનો કોઈ પ્રશ્નાર્થ નહીં રહે. આ ઉપરાંત, મેઈન્ટેનન્સ પણ ઝીરો રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.