Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં કાર્યસ્થળ પર મેન્ટલ હેલ્થ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. ધ કોન્ફરન્સ બોર્ડના સરવે અનુસાર કામની પદ્ધતિ અને તેના દબાણથી અમેરિકામાં 34% કર્મચારી ડિપ્રેશનનો શિકાર છે. જોકે, તમે વર્કપ્લેસ પર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા છો તો તમે એકલા નથી, દુનિયાભરમાં 28 કરોડ લોકો વિવિધ કારણોસર તેનો શિકાર છે.


વર્કપ્લેસ પર ડિપ્રેશનનાં કેટલાંક લક્ષણો તો તરત સમજાય છે પણ કેટલાંકે આપણે તેને સામાન્ય માની અવગણીએ છીએ. તેમાં કામની આદતો પણ છે. આવો જાણીએ કામની 4 આદતો વિશે જે ડિપ્રેશનનાં લક્ષણો હોઈ શકે છે.

1. અટક્યા વિના કામ અને ઘરે જવાનું મન ન થવું: જો તમે કામમાં એટલા વ્યસ્ત થઈ જાઓ છો કે ઘરે જવાનું મન નથી થતું? શક્ય છે કે તમે કામમાં પોતાને એટલા માટે વ્યસ્ત રાખો છો કેમ કે વ્યક્તિગત સમસ્યાઓથી બચી શકો. જે ડિપ્રેશનનો સંકેત હોય શકે છે.

2. સહકર્મીઓથી અંતર જાળવવું: જો તમે પહેલાં મિલનસાર હતા અને હવે સહકર્મીઓથી દૂર રહેવા લાગ્યા છો, મીટિંગ્સમાં ભાગ નથી લઈ રહ્યા, તો આ ડિપ્રેશનનો સંકેત હોઈ શકે છે. સહકર્મીઓથી અંતર કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે અને તેનાથી કમે એકલતા અનુભવી શકો છો.

3. કામમાં અરુચિ થવી: જો તમે તમારા કામમાંથી રુચિ ગુમાવી છે? શું તમે સ્ક્રીન પર માત્ર નજર ફેરવતા રહો છો અને મહત્ત્વનાં કાર્યોને અવગણો છો? તો તે પણ ડિપ્રેશનનું લક્ષણ હોય શકે છે. જ્યારે તમે તમારા કામમાંથી રુચિ ગુમાવી દો છો, તો તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે.

4. સમયસર કામ પૂરું ન કરી શકવું: જો તમે સમયસર કામ પૂરું નથી કરી શકતા? અથવા તમે સતત મોડા ઓફિસ પહોંચો છો? એ પણ ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. ટાઈમ મેનેજમેન્ટમાં સમસ્યા, ફોકસ્ડ ન રહી શકવું, તેમજ કામ પ્રત્યેની ઉદાસતા આ બધું એ વાતનો સંકેત છે.

Recommended