નાણાકીય વર્ષ 2023-24 (અસેસમેન્ટ યર 2024-25) માટે 31 જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી ITR ફાઈલ નથી કર્યું તો જલ્દી કરો. ટેક્સ નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈન (ઈન્દોર) અનુસાર, સમયસર ITR ફાઈલ કરવાથી 4 વધુ ફાયદાઓ પણ છે.
જો તમે નિયત તારીખની અંદર ITR ફાઈલ ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. જો વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. સમયસર ITR ફાઇલ કરીને આ દંડ ટાળી શકાય છે.
હાલમાં, તમારી આવકની માહિતી ઘણા સ્રોતોથી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે, જો તમે સમયસર ITR ફાઇલ ન કરો તો, આવકવેરા વિભાગ તમને તે માહિતીના આધારે નોટિસ મોકલી શકે છે. નોટિસની મુશ્કેલીઓ ટાળવા માટે, સમયસર ITR સબમિટ કરવું ફાયદાકારક છે.
આવકવેરાના નિયમો અનુસાર, જો કોઈ કરદાતાએ ટેક્સ ચૂકવ્યો નથી અથવા તેના પર બાકી કુલ ટેક્સના 90% કરતા ઓછો ચૂકવ્યો છે, તો તેણે કલમ 234B હેઠળ દંડ તરીકે દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે, તમે સમયસર રિટર્ન ફાઇલ કરીને આવકવેરાના વ્યાજની બચત કરી શકો છો.