ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જોકે સી આર પાટીલની ટર્મ ગત જુલાઈ 20, 2023 ના રોજ પૂર્ણ થયા હતા. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહિ બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા છે. જો કે આજે સી આર પાટીલને એકસટેન્શન મળવાને એક વર્ષ પૂર્ણ થશે. એટલે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ 4 વર્ષ પુરા કરશે.
આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની તારીખ 25 થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રાજનાથ સિંહ, નિતીન ગડકરી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.