કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ એક નિવેદનને કારણે વિવાદોમાં છે. દિલ્હીમાં એક પુસ્તકના વિમોચનમાં સામેલ પાટીલે જણાવ્યું હતું કે જેહાદ માત્ર કુરાન નહીં પણ ગીતામાં પણ છે. જીસસમાં પણ જેહાદ છે.
પાટીલે જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ સમજતું નથી ત્યારે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મહાભારતમાં ગીતાનો એક હિસ્સો છે એમાં પણ જેહાદ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદના પાઠ ભણાવ્યા હતા.
નિવેદનમાં શિવરાજે એમપણ કહ્યું હતું કે ખ્રિસ્ત્રીઓએ પણ કહ્યું છે કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. મોહસિના કિડવઈના પુસ્તકના વિમોચન દરમિયાન પાટીલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કિડવઈના પુસ્તકમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.