Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

'નવા વર્ષે રાજકારણીઓ માટે પાર્ટીઓનું આયોજન કરીએ છીએ. દેશી, વિદેશી છોકરીઓ સાથે મનોરંજનની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે. તેઓ આમ જ અમને યાદ નથી કરતા. તેમને પણ ખબર છે કે અમે તેમને ટેસ્ટ પ્રમાણે બધું જ આપીએ છીએ.


જો તમને પણ રાજકારણીઓ માટે છોકરીઓ જોઈએ છે, તો તે મળી જશે. અમારી પાસે સિક્યોરિટી જમા કરાવો, પછી તે 24 કલાક માટે તમારી હશે. તમે કંઇપણ કરો, કોઈ ના નહીં પાડે, ન્યૂડ જાન્સ સાથે મજા કરાવીશું. બસ સેફ્ટીની જવાબદારી તમારી રહેશે. ઉંમર, ફિગર સુંદરતા પ્રમાણે રૂપિયા લાગશે.

આ દાવો નવા વર્ષની ઉજવણી પર નેતાઓ માટે છોકરીઓની વ્યવસ્થા કરનાર એજન્ટનો છે. બિહારના ઘણા જિલ્લાઓમાંથી ઇનપુટ મળ્યા પછી, ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમે પટનાથી લઈને નેપાળ સરહદ સુધી રાજકારણીઓ માટે 150 છોકરીઓની ડીલ કરી.

રિપોર્ટરોએ 12થી વધુ એજન્ટો સાથે વાત કરી. જેમાંથી 6 એજન્ટોએ ભાસ્કરના ગુપ્ત કેમેરા પર છોકરીઓનો સોદો કર્યો.