અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનાથી અમેરિકા હચમચી ગયું છે. ગોળીબારમાંથી માંડ બચેલા ટ્રમ્પને રાજકીય ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તેમને રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરાયા છે.
જોકે અમેરિકામાં હવે ગન કલ્ચર ગળાનો ફાંસો બની ગયું છે. ટ્રમ્પ પરના હુમલા પછી પણ આ જ સવાલ ઊભો થાય છે. પ્રશ્ન એ છે કે શું ગન કલ્ચર રોકવામાં અમેરિકાની લાચારી પાછળ હથિયારોના ડીલરો છે?
અમેરિકામાં ગન કલ્ચર સતત વધી રહ્યું છે. નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. અમેરિકામાં ગન કલ્ચર લોકો માટે ‘ભસ્માસુર’ સાબિત થઈ રહ્યું છે. ત્યાં લોકો સતત માર્યા જાય છે પરંતુ મજબૂત બંદૂક લોબીના કારણે અમેરિકન સરકાર કંઈ કરી શકતી નથી.
અમેરિકામાં ગોળીબારની આ પહેલી ઘટના નથી જેમાં ટ્રમ્પ શિકાર બન્યા હોય. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં 200થી વધુ માસ શૂટિંગની ઘટનાઓ બની છે.
એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં હાલમાં લગભગ 34 કરોડની વસ્તી છે તેની સામે ત્યાં લોકોની માલિકીની 40 કરોડ બંદૂકો છે. તેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. બંદૂકની માલિકીનું પરિણામ એ છે કે છેલ્લાં 50 વર્ષમાં ફાયરિંગની ઘટનાઓમાં 15 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડી અને સેનેટર રોબર્ટ કેનેડી અને સમાજ સુધારક માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા બાદ ગન કંટ્રોલ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સગીર લોકો અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો બંદૂક રાખી શકશે નહીં.
ગન કલ્ચરના લીધે 50 વર્ષમાં 15 લાખ લોકોનાં મોત : જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં છેલ્લાં 50 વર્ષમાં ગન કલ્ચરના કારણે 15 લાખ લોકોનાં મોત થયાં છે (એક રિપોર્ટ અનુસાર આ આંકડો 1968થી 2017 વચ્ચેનો છે.