Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાના ફાસ્ટર મોહમ્મદ શમીએ દર મહિને પત્ની હસીન જહાંને ભરણપોષણ આપવું પડશે. કોલકાતાની નીચલી અદાલતે સોમવારે આ આદેશ આપ્યો હતો. આ રકમ 1 લાખ 30 હજાર રૂપિયા હશે. જેમાં હસીન જહાં માટે 50 હજાર રૂપિયા અને તેની પુત્રીના ખર્ચ માટે 80 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. બંને 2018થી અલગ રહે છે અને બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.


હસીન જહાંએ 2018માં કેસ દાખલ કર્યો હતો
હસીન જહાંએ 2018માં કોર્ટમાં 10 લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માંગણી કરીને કેસ દાખલ કર્યો હતો. જેમાં 7 લાખ રૂપિયા તેમનું અંગત જીવન ભથ્થું હતું અને 3 લાખ રૂપિયા દીકરીના ભરણપોષણનો ખર્ચ હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયરલીડિંગ કરતી હતી. બંનેએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. હસીન જહાંએ લગ્ન બાદ મોડલિંગ અને એક્ટિંગ છોડી દીધી હતી. 2018માં જહાંએ શમી પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ સહિતના ઘણા આરોપો લગાવ્યા હતા. ત્યારથી બંને અલગ રહેવા લાગ્યા અને ત્યારથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. 2018માં હસીન જહાંએ ફરીથી પોતાનું પ્રોફેશન શરુ કર્યું હતુ.

હસીનના વકીલ મૃગંકા મિસ્ત્રીએ કોર્ટને જણાવ્યું કે 2020-21માં શમીની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા હતી. તેના આધારે જ ભરણપોષણની માંગણી કરવામાં આવી હતી. તેમની દલીલ એવી હતી કે રૂ. 10 લાખનું ભરણપોષણ ગેરવાજબી નથી. અપીલમાં શમીના આવકવેરા રિટર્નનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના પર શમીના વકીલ સેલીમ રહેમાને દાવો કર્યો કે હસીન જહાં પોતે એક પ્રોફેશનલ ફેશન મોડલ છે. તે પોતે કમાઈ રહી છે. એટલા માટે આટલું બધું ભરણપોષણ યોગ્ય નથી.