દેશનાં શેરબજાર અત્યારે ઑલ ટાઇમ હાઈની નજીક છે પરંતુ કૅશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70%થી વધુ રોકાણકારો નુકસાનમાં છે. સેબીના એક અભ્યાસ પ્રમાણે દર 10માંથી 7 શેર ટ્રેડર નુકસાનમાં છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં રોકાણકારોની ભાગીદારી અને તેમના પ્રોફિટ-લોસના ટ્રેન્ડનું વિશ્લેષણ કરીને સેબીએ કરેલા અભ્યાસના અહેવાલ પ્રમાણે વર્ષ 2022-23માં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા રોકાણકારોની સંખ્યા 2018-19 કરતાં 300%થી વધુ વધી છે. આ દરમિયાન 30 વર્ષના ઓછી વયના ઇન્ટ્રા-ડે ટ્રેડર્સની ભાગીદારી 48% સુધી પહોંચી છે, જે પહેલાં 18% હતી.