હવે બોર્નવિટા જેવી તમામ પ્રોડક્ટ્સ ઈ-કોમર્સ સાઇટ્સ પર હેલ્થ ડ્રિંકના નામે વેચાશે નહીં. ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સને તપાસ બાદ જાણવા મળ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ‘હેલ્થ ડ્રિંક્સ’ની કોઈ વ્યાખ્યા નથી.
આ નિર્ણય મોડો લેવાયો છે પણ તે યોગ્ય પગલું છે. દેશમાં બિનઆરોગ્યપ્રદ (સ્વાસ્થ્ય માટે ખરાબ) અને સ્વસ્થ (સ્વાસ્થ્ય માટે સારું)ની ચોક્કસ વ્યાખ્યા હોવી જોઈએ. તે ખાદ્ય પદાર્થો અને પીણાં પર સમાનરૂપે લાગુ થવી જોઈએ. છેલ્લા બે વર્ષથી ફ્રન્ટ ઓફ ધ પેક લેબલ (એફઓપીએલ) પર ચેતવણી છાપવા અંગે કાયદો પસાર કરવાનો મામલો સરકાર પાસે પેન્ડિંગ છે. એફઓપીએલ સૌથી મહત્વપૂર્ણ ચેતવણી છે. આ સાથે સામાન્ય ગ્રાહક ઉત્પાદન વિશે સચોટ માહિતી મેળવી શકશે. ડબલ્યુએચઓના ધોરણો અનુસાર એક દિવસમાં 25 ગ્રામથી વધુ ખાંડ ખતરનાક છે.-ડૉ.અરૂણ ગુપ્તા, સંયોજક નાપી, અલ્ટ્રા પ્રૉસેસ્ડ ફૂડ મુદ્દે જાગૃતિ લાવવા માટે 10 વર્ષથી કાર્યરત છે. વિવિધ અખબાર, મેગેઝિનોમાં નિયમિત લેખન કરે છે. PM કાઉન્સિલ ઑન ઇન્ડિયા-ન્યૂટ્રીશન ચેલેન્જના સભ્ય છે. બાળરોગ નિષ્ણાંત પણ છે.