અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચઢ-ઉતરમાં પણ જબરદસ્ત તેજી આવી છે. જો બાઇડેનની ખસી જવાની જાહેરાત અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન પછી ચૂંટણીચિત્ર બદલાઈ રહ્યું છે. મહત્ત્વનાં 7 રાજ્યમાં કમલાએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની લીડ ઘટીને માત્ર 10% કરી દીધી છે જ્યારે બાઇડેન આ રાજ્યોમાં ટ્રમ્પ કરતાં 35 ટકા મતના અંતરે પાછળ હતા.
સીબીએસ, યુગૉવ અને પૉલીગૉટ દ્વારા મહત્ત્વનાં રાજ્યો મિશિગન, વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા, નેવાદા, નોર્થ કેરોલીના, એરિજોના અને જ્યોર્જિયામાં કરાવાયેલા ઓનલાઇન સરવે પ્રમાણે ચૂંટણીમાં લગભગ 100 દિવસ બાકી છે, આ સ્થિતિમાં ઉમેદવારોનું અંતર વધુ ઘટી શકે છે.
સરવેમાં હેરિસને સરપ્રાઇઝ કેન્ડિડેટ હોવાને કારણે સ્વિંગ મતદારોનું વધુ સમર્થન મળી રહ્યું છે. કમલા હેરિસને 24 કલાક કરતાંય ઓછા સમયમાં 10 ડેમોક્રેટિક ગવર્નર અને 30 સેનેટરનું સમર્થન મળ્યું છે. સૂત્રોના મતે હવે કેન્ટકીના ગવર્નર એન્ડી બેશર અથવા નોર્થ કેરોલીનાના ગવર્નર રૉય કપૂર ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદાર બની શકે છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે.