મોટા ભાગની નોકરીઓની જાહેરાતોમાં ઉમેદવારો માટે અંગ્રેજીમાં નિષ્ણાત હોવું પણ અનિવાર્ય શરત છે, પરંતુ ઘણા ઉમેદવારો જેની પાસે સંબંધિત નોકરી સાથે જોડાયેલા સેગમેન્ટ પર તો સારી પકડ છે, પરંતુ અંગ્રેજી ભાષા પર તેમની સારી પકડ નથી, તેથી જ તેને રિજેક્ટ કરવામાં આવે છે. કોઈ રીતે સિલેક્શન થઈ પણ જાય તો કામમાં તેઓ પાછળ રહી જાય છે. આ સમસ્યા વિજ્ઞાનના ક્ષેત્રમાં નાના દેશોમાંથી આવતા એ સંશોધકોને પણ થઈ રહી છે, જ્યાં અંગ્રેજી મૂળ અથવા પહેલી ભાષા નથી.
સંશોધકોમાં આ ધારણા પણ બની રહી છે કે અંગ્રેજીની સારી સમજ ન હોવાથી વિજ્ઞાન આવા સંશોધકોને નકારી કાઢે છે. તાત્સુયા અમાનોની આગેવાની હેઠળ એક રિસર્ચ ટીમને જાણવા મળ્યું કે કામના સ્થળે અંગ્રેજીના ઓછા જાણકાર સંશોધકોને તેના જર્નલ એડિટર્સે માત્ર એટલા માટે રિજેક્ટ કર્યા કેમ કે અંગ્રેજી નબળું હતું અથવા અન્ય સહકર્મીઓ કરતાં ધીમું હતું. આ સંશોધકોને સહકર્મીઓની સરખામણીએ અંગ્રેજી વાંચવામાં બમણો, લખવામાં 51ગણો વધુ અને તે બોલવામાં અઢી ગણો વધુ સમય લાગતો હતો.
આ રીતે અંગ્રેજી ભાષામાં સારા શિક્ષણના અભાવે ઘણાં સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓએ આનું નુકસાન સહન કરવું પડે છે. સંશોધન ટીમે તે પણ અવલોકન કર્યું કે જે દેશોમાં અંગ્રેજી પહેલી ભાષા નથી, ત્યાંના શોધકર્તા વિકસિત દેશોમાં નોકરીઓ માટે અરજી કરવાનું ટાળે છે.