Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેંક્રોએ ફ્રાન્સના પ્રવાસીઓને નાગરિકતા સાથે સંબંધિત કાયદામાં ફેરફારની જાહેરાત કરી છે. જેથી ત્યાં રહેતા સવા લાખથી વધુ ભારતીય પ્રવાસીઓને અસર થશે. ઇમિગ્રેશન પ્રતિબંધોને કડક કરવાના હેતુસર લવાયેલા નવા કાયદા હેઠળ ફ્રાન્સમાં વિદેશી માતા-પિતાથી જન્મેલાં બાળકો માટે નાગરિકતા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર બાદ હવે તેમને જન્મના આધાર પર જ નાગરિકતા મળશે નહીં. ફ્રાન્સમાં જન્મના તરત બાદ નાગરિકતા મળવાના બદલે આ બાળકોને હવે 16થી 18 વર્ષની વયની વચ્ચે સિટિઝનશિપ માટે અરજી કરવાની રહેશે.

પહેલાં ફ્રાન્સમાં જન્મેલાં ભારતીય માતા-પિતાનાં બાળકો 11 વર્ષની વયમાં નાગરિકતા માટે અરજી કરી શકતાં હતાં. આના માટે તેમને પાંચ વર્ષ સુધી ફ્રાન્સમાં રહેવું ફરજિયાત હતું. નવા નિયમો મુજબ ભારતીય માતા-પિતાનાં બાળકો હવે 16થી 18 વર્ષની વયે જ નાગરિકતા માટે અરજી કરી શકશે. જેના કારણે તેમને નાગરિકતા મળવામાં વિલંબ થશે. જો કોઇ વ્યક્તિ અરજી પહેલાં દેશની બહાર જાય છે તો તેને પરત ફર્યા બાદ ફરી સિટિઝનશીપની શરતો પાળવી પડશે. ફ્રાન્સમાં 1.24 લાખથી વધુ ભારતીય પ્રવાસી રહે છે.