સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેરને ખાડી પૂરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. રસુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યૂ ટીમ અપીલ કરી રહી છે. રેસ્ક્યૂ ટીમ લાઉડ સ્પીકરથી અપીલ કરતા કહે છે કે, કિસી કો આના હૈ, પાણી કા સ્તર ઔર બઢ સકતા હૈ, આપકો સુરક્ષિત જગહ લે જાતે હૈ. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ખાડી નજીકના વિસ્તાર કમરુનગર, આઝાદનગર રસુલાબાદ સહિત તમામ વિસ્તારોમાં ફાયર ટીમ તહેનાત કરવામાં આવી છે. ખાડી પાસે ફાયર વિભાગની બોટ મૂકવામાં આવી છે. જેથી બચાવની જરૂર હોય તો તાત્કાલિક બચાવ કરી શકાય.