અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એપિયાવોટના તાજેતરના સરવેમાં કમલા હેરિસને 54% ભારતીયોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 35% સમર્થન મળી રહ્યું છે. ભારતીય મતદારોમાં કમલાની ઉમેદવારી પ્રત્યે ઉત્સાહના બે મોટા કારણ છે, પહેલું- ગ્રીન કાર્ડ અને પ્રવાસીઓ સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ અને બીજું- શ્વેત જાતિવાદી ભેદભાવથી સુરક્ષા.
કમલાની ચૂંટણી અભિયાનની પ્રમુખ જીન ક્યૂ મેલીએ જણાવ્યું, ડેમોક્રેટ્સે ભારતીય મતદારો માટે સ્પેશલ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. 50 રાજ્યોમાં 100થી વધુ આઉટરીચ કેમ્પ ઊભા કર્યા છે. આ કેમ્પમાં ભારતીય મતદારોની સમસ્યાઓ સંભળાય છે. કેમ્પના માધ્યમથી મતદારોને ‘હેરિસ ફોર પ્રેસિડન્ટ’ અભિયાન સાથે જોડવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના 20 લાખથી વધુ રજિસ્ટર મતદાર છે.