Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ક્વિક કોમર્સ કંપની ઝેપ્ટો આવતા વર્ષે 11 હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે. કંપનીએ પોતાની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) પાસે શરૂઆતી દસ્તાવેજો જમા કરાવી દીધા છે. ખાસ વાત એ છે કે કંપનીએ IPO માટે કોન્ફિડેન્શિયલ રૂટ પસંદ કર્યો છે.


ઝેપ્ટોના આ પગલાથી ક્વિક કોમર્સ સેક્ટરમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે. આ IPO મેઈન બોર્ડ પર હશે. જો બધું બરાબર રહ્યું, તો ઝેપ્ટો ઝોમેટો અને સ્વિગી પછી ક્વિક કોમર્સ સેક્ટરની ત્રીજી લિસ્ટેડ કંપની બનશે. ઝોમેટો 2021માં લિસ્ટ થઈ હતી, જ્યારે સ્વિગીએ નવેમ્બર 2024માં ડેબ્યૂ કર્યું હતું.

કોન્ફિડેંશિયલ રૂટ દ્વારા DRHP ફાઇલ કરવાનો ફાયદો એ છે કે કંપની પહેલા SEBI સાથે દસ્તાવેજો શેર કરે છે, પરંતુ જાહેર જનતા સમક્ષ વધુ વિગતો આવતી નથી. આનાથી કંપનીને ફિડબેક મળે છે અને જરૂરી ફેરફારો કરવાની તક મળે છે. ઝેપ્ટોએ પ્રી-ફાઇલિંગનું કામ પૂર્ણ કરી લીધું છે.