વર્તમાન સમયમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે બહેનોમાં જાગૃતિ આવે તે માટે આશીર્વાદ ફાઉન્ડેશને જાગૃતિ માટે અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત તેઓ બહેનોને કેન્સર થવાનું કારણ, કેન્સરના લક્ષણો, તપાસ, તેનું નિદાન કેવી રીતે કરવું, ઓપરેશન બાદ કઈ- કઈ બાબતોની કાળજી રાખવી તે અંગેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને 20થી વધુ બહેનો કે જે જરૂરિયાતમંદ હોય તેઓની મેમોગ્રાફીનો ખર્ચ સંસ્થાના સભ્યો ખુદ ઉઠાવે છે. તેમ રાજકોટ જિલ્લાના કો-ઓર્ડિનેટર પ્રજ્ઞાબેન સેજપાલે જણાવ્યું છે. છેલ્લા 3 માસમાં માર્ગદર્શનલક્ષી 60થી વધુ સેમિનાર કર્યા છે. જેમાં 2500થી વધુ બહેનોને જાગૃત કરી છે. રાજકોટ ખાતે આયોજિત સેમિનારમાં વિદ્યાર્થિની, યોગા ટીચર, મહિલા તબીબો, ગૃહિણી, શિક્ષિકાઓ જોડાયા હતા.
સૌરાષ્ટ્રમાં બહેનોમાં કેન્સરનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. ત્યારે મહિલા દર્દીનું કાઉન્સેલીંગ કરી તેઓને હિંમત પણ સંસ્થા દ્વારા અપાય છે.