અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એલ કેટરટને ભારતની પેકેજ્ડ ફૂડ કંપની હલ્દીરામમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ રોકાણ કર્યું છે. આ પાર્ટનરશિપમાં એલ કેટરટન હલ્દીરામને સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રિબ્યુશનને સુધારવા, ભૌગોલિક વિસ્તરણ અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં સપોર્ટ આપશે.
કંપની હવે એલ કેટરટનની ગ્લોબલ એક્સપર્ટાઇઝ, ઇન્ડસ્ટ્રી નેટવર્ક અને લોકલ ટેલેન્ટનો લાભ લઈ શકશે. ખાસ કરીને ફર્મના ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ચેરમેન સંજીવ મહેતાના અનુભવનો ફાયદો થશે, જેઓ અગાઉ હિન્દુસ્તાન યુનિલિવરના ચેરમેન અને MD રહી ચૂક્યા છે.
ચેરમેન બોલ્યા- હલ્દીરામને માર્કેટમાં ગ્રોથ અપાવીશું
સંજીવ મહેતાએ કહ્યું, ‘હલ્દીરામ એક આઇકોનિક ઇન્ડિયન બ્રાન્ડ છે, જે એથનિક સ્નેક્સ કેટેગરીમાં દેશનું લીડર છે. તેનું ગ્લોબલ પેકેજ્ડ સ્નેક્સ સ્પેસમાં મોટું પોટેન્શિયલ છે. અમે હલ્દીરામને સાથ આપીને ભારતના વધતા કન્ઝ્યુમર માર્કેટમાં ગ્રોથ ડ્રાઇવ કરીશું અને તેના ઇન્ટરનેશનલાઇઝેશનને ઝડપી બનાવીશું.’