Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લાના જેતપુરમાં અભિષેક સ્કૂલ નજીક બાપુની વાડી વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઇ આશરાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.13ના રાત્રીના 9 વાગ્યે દાતાર તકીયા દરગાહ નજીક તેમના સસરા રહેતા હોય જેથી તે ત્યા આંટો મારવા ગયેલ હતો. રાત્રીના 10.30 વાગ્યે તેમના ઘરની બહાર ગેલેરીમા નીકળેલ ત્યારે સસરાના ઘરની બહાર રોડ ઉપર છ-સાત ગાયો અંધારામા બેસેલ હતી. જેમા એક ગાય સાથે કોઇ અજાણી વ્યક્તિ ગાયની પાછળ ભાગે સાવ નજીક બેસી ગયેલ હોય અને પોતાનું પેન્ટ થોડુ નીચે ઉતારીને ગાયના પાછળના ભાગે દુષ્કર્મ જેવું કૃત્ય કરતો હોવાનું જણાયેલ હતું. જેથી તેને જોરથી અવાજ કરતા અજાણ્યો શખ્સ ત્યાથી નાસી ગયેલ હતો.

બાદમાં તુરત જ તે તેના સાળા અજયભાઈ સહિતના લોકો ઘરની બહાર નીકળી ગયેલ હતા બાદમાં બનાવસ્થળ સામે રાજહંસ નામનુ સાડીનુ કારખાનુ આવેલ હોય તે કારખાનાના સીસીટીવી જોતા ગુલાબી કલરનો શર્ટ તથા જીન્સનુ પેન્ટ પહેરેલ શખ્સ રોડ ઉપરથી આવતો હોય અને બાદમાં રોડ ઉપર બેસેલ ગાય પૈકી એક ગાયની પાછળના ભાગે સાવ નજીક જઈ પોતાનું પેન્ટ થોડુ નીચે ઉતારીને ગાયના પાછળના ભાગે દુષ્કર્મ કરતો હોવાનું જણાઈ આવેલ હતું. આ શખ્સે આશરે 10 મિનિટ સુધી દુષકૃત્ય આચર્યાનું સીસીટીવીમાં દેખાઈ આવ્યું હતું. હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસે યુવાનની ફરિયાદ પરથી અબોલ પશુ સાથે દુષકૃત્ય આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.