રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબને સ્વાઇન ફ્લૂની અસર થઇ છે. જેને કારણે ડોક્ટરની સલાહ મુજબ તેમને આઈસોલેટેડ કરવામાં આવ્યા છે. નમ્રમુનિ મહારાજ સાહેબને છેલ્લા ત્રણ દિવસથી શરદી-તાવ હોવાથી ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવ્યો.જેમાં સ્વાઇન ફ્લૂનું નિદાન થયું છે.
પરમધામ સાધના સંકુલ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ ચાતુર્માસમાં બિરાજમાન છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી નમ્રમુનિ મહારાજ સાહેબે શરદી- તાવ હોવાને કારણે રિપોર્ટ કરાવ્યો હતો. હાલ ગુરુદેવના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને દર્શનાર્થી ભાવિકોને દર્શનનો વિવેક રાખવાની સલાહ પરમધામ સાધના સંકુલના પદાધિકારીઓ તરફથી કરવામાં આવી છે. ચાતુર્માસ લાભાર્થી જીગરભાઈ શેઠ, ગુરુભકત મુલરાજભાઇ છેડા સહિતના ભાવિકો અને પરમધામ સંકુલની કમિટી સેવામાં ખડે પગે હાજર છે.