આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે અસરકારક રિકવરી માટે શહેરી સહકારી બેન્કોને NPA ઋણધારકો પાસેથી કડક રીતે ફોલો અપ લેવાનો નિર્દેશ આપ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે ગવર્નરે મુંબઇમાં કેટલીક મોટી શહેરી સહકારી બેન્કોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ સાથે બેઠક કરી હતી.
રિઝર્વ બેન્કે ફાઇનાન્સિયલ સિસ્ટમમાં અનેકવિધ સેગમેન્ટમાં કામ કરી નિયમન હેઠળની કંપનીઓના ડાયરેક્ટર્સ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે. મે 2023 દરમિયાન પણ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ સાથે બે અલગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગવર્નરે બેઠક દરમિયાન ખાસ કરીને ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટમાં બોર્ડની સક્રિયતા અને ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને મજબૂત અંડરરાઇટિંગ સ્ટાન્ડર્ડ્સ, લોનના વિતરણ બાદ અસરકારક મોનિટરિંગ, સમયસર ઓળખ અને તણાવ ઘટાડવા માટેની પ્રક્રિયા, અસરકારક રિકવરી માટે NPA ઋણધારકો પાસેથી કડક રીતે ફોલો અપ જેવા પગલાં પર ભાર મૂક્યો હતો.