એક અભ્યાસમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે દર વર્ષે ચન્દ્ર પૃથ્વીથી 3.8 સેન્ટિમીટર દૂર જઇ રહ્યો છે. જેના કારણે પૃથ્વી પર દિવસની લંબાઇમાં ફરક પડી શકે છે. આ શોધ સીધી સાયન્સ ફિક્શન ઉપર પ્રતિબિંબ પાડે છે, જે મૂળરૂપે ઝીણવટભર્યું વૈજ્ઞાનિક અવલોકન અને વિશ્લેષણ સાથે જોડાયેલું છે. વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીની ટીમે પર્વત નિર્માણના 900 વર્ષની ખડકોની રચની પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પૃથ્વી અને ચન્દ્રના ધીમે ધીમે દૂર થવાની અસરો વિશે વાત ઉજાગર કરી છે.
સ્ટડીમાં જણાવાયું છે કે દર વર્ષે ચન્દ્ર પૃથ્વીથી આશરે 3.8 સેન્ટિમિટર દૂર જઇ રહ્યો છે. જેના કારણે આગામી 2 હજાર વર્ષમાં પૃથ્વીના દિવસનો સમયગાળો 25 કલાક થઇ જશે. અભ્યાસ દર્શાવે છે કે 1.4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીનો દિવસ 18 કલાકનો હતો. આ ઘટના પ્રાથમિક રીતે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળના કારણે સંભવે છે.
વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના જિયોસાયન્સના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે જો ચન્દ્ર પૃથ્વીથી દૂર જશે તો પૃથ્વી સ્પિનિંગ ફિગર સ્કેટરની માફક બનશે. જે ધીમે ધીમે પોતાના હાથ બહાર લંબાવતા ધીમા પડી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી એક મહત્ત્વાકાંક્ષા એ છે કે એસ્ટ્રોક્રોનોલોજીનો ઉપયોગ કરી દૂરના ભૂતકાળનો સમય જણાવવો અને પ્રાચીન ભૌગોલિક માપદંડ વિકસિત કરવો છે.