વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોથી વેપાર-ઉદ્યોગ માટે પરિસ્થિતી સાનુકુળ નથી પરંતુ ભારતમાં મિડિયમ સ્મોલ આંત્રપ્રિન્યોર (એમએસએમઇ) સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળી રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એમએસએમઇ સેક્ટર દ્વારા લોનની માગમાં ઝડપભેર વૃદ્ધિ જોવા મળી છે.
SME સેગમેન્ટમાં સૌથી અગ્રણી ધિરાણકર્તા એવી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયાના મતે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિફોલ્ટની ટકાવારીમાં ઘટાડો થયો છે અનેક ઉદ્યોગો વિસ્તરણની યોજના ઘડી રહ્યાં છે જેના કારણે લોનની માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ હોવાનું સિડબીના ચેરમેન-એમડી સિવાસુબ્રમણિયન રામને જણાવ્યું હતું વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે દેશમાં કુલ માગમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો રહેલો છે. લોન વિતરણનો સમય ઘટાડવા માટે NSEL પોર્ટલથી લઇને જીએસટી નેટવર્ક જેવા ટેક્નોલોજી પ્લેટફોર્મન્સનો નોંધપાત્ર રીતે ઉપયોગ કરી રહ્યાં છે.