Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહારાષ્ટ્રના લવલે ગામમાં તાજેતરમાં જ કેટલાક વિદ્યાર્થીઓ નાટક દ્વારા ગામના લોકોની સમસ્યાઓને સમજીને તેમનું સમાધાન શોધી રહ્યા હતા. આ કોઈ કલા સંસ્થાના વિદ્યાર્થીઓ ન હતા, પરંતુ ભવિષ્યના કોર્પોરેટ લીડર છે. જેમને સમાજની વાસ્તવિકતાઓનો પરિચય કરવવા અને તેનો ઉકેલ શોધવા જવાબદારી અપાઈ છે.


પુણે ખાતેની સિમ્બાયોસિસ સંસ્થાની આજુબાજુના 14 ગામમાં મેનેજમેન્ટ અને બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ દર પંદર દિવસે આ પ્રકારની વ્યવહારિક ગતિવિધિઓ દ્વારા શીખીને સમજણ વધારે છે. સ્ટૂડન્ટ કાઉન્સિલ આ પ્રકારની માર્ગદર્શન શિબિરનું આયોજન કરે છે. એકવાર સમસ્યા સમજાઈ જાય તો તેના સમાધાન મળવાનું શરૂ થઈ જાય છે. પછી તે સમસ્યા ખેતી, વીજળી, પાણી, આરોગ્ય, સડક, સ્કૂલ સાથે સંબંધિત જ કેમ ન હોય, પ્રત્યેક સમસ્યા પર ગંભીર ચિંતન કરવામાં આવે છે. સમાધાન શોધવા માટે વિદ્યાર્થીઓ સમુહમાં કામ કરે છે.

આઈઆઈએમ-અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર વિશાલ ગુપ્તા કહે છે, ‘મેન્ટલ હેલ્થ અને વેલ બીઈંગ બી-સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ કોર્પોરેટ વર્લ્ડ માટે પણ મોટો મુદ્દો છે. જોકે, મેનેજમેન્ટ સંસ્થા વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્ણ વિશ્વાસ સાથે જીવન જીવવા માટે તૈયાર કરે છે. આઈઆઈએમ-એ દ્વારા તાજેતરમાં જ HEAL શીર્ષક સાથેનો કોર્સ શરૂ કરાયો છે.જેના હેઠળ અમે માઈડફૂલનેસ અને વિચારોના મેનેજમેન્ટ માટે તાલીમ આપીએ છીએ. તેમને પોતાના અંગે સકારાત્મક વિચારવાનું અને ક્ષમતા પર વિશ્વાસ મૂકવાનું શીખવાડીએ છીએ. તેમને પ્રેરિત કરીએ છીએ, જેથી તેઓ પોતાની શક્તિને ઓળખે. અમારા મતે જો પોતાનામાં સુધારાની ક્ષમતા વિકસાવીએ તો ખુશ થઈ શકીએ છીએ.