કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરિટેવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવાઈની વાત એ છે કે અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગૂ કરી દીધો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ નહીં પડે પણ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લાગૂ પડશે તેમ અમુલના એમ.ડી. જયંત મહેતાએ જણાવ્યું હતું.
આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ લોકોને અમૂલ ગોલ્ડ 66 રૂપિયા લીટર લીટરના ભાવે મળશે. અત્યાર સુધી ગોલ્ડનો ભાવ 62 રૂપિયા લીટર હતો.કારમી મોંધવારીમાં પીસાતી જનતાને કોઈ જ રાહત મળી રહી નથી. એક તરફ જનતા કારમી મોંઘવારી સામે ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારાથી જનતા પર વધુ એક બોજો પડ્યો છે.
અમુલે દહીં અને અન્ય પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો 3 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગઈ છે. અગાઉ ઓક્ટોબર 2022માં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અમૂલ ઉપરાંત મધર ડેરીએ પણ દૂધ અને દૂધની પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે.