કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના હોવાની આશંકા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તામામ લોકોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ ફાયર ફાઈટર સહિત મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીક રહેલા લોકોના હાથ-પગની ચામડી નીકળી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા 4 લોકોને હાલ વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ સિલિન્ડર ફાટતા આસપાસ લોકો ઘટનાને લઈને એકત્ર થયા હતા. લોકો એકત્ર થયા બાદ બીજો સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 લોકોને દાઝ્યા હતા. જે પૈકી વિષ્ણુભાઈ ઓડ, લાલાભાઇ પરમાર, જયંતીભાઈ રાવળ, મંજુલાબેન રાવલ આ તમામની હાલત ગંભીર હોવાથી તેઓને વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.