Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સોમવારે રાત્રિના સમયે ઓવરહેડ કેબલ તુટી જતાં રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો હતો. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસને ભરૂચ સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી છે. આ કામગીરી માટે એક કલાકથી વધુનો સમય લાગે તેમ હોવાથી 20થી વધુ ટ્રેનોની અવરજવર અટકી પડી છે.ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વચ્ચે ઓવરહેડ કેબલ તુટવાની વધુ એક ઘટના સામે આવી છે. દાદરથી અજમેર જતી એકસપ્રેસના ગાર્ડે અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે કીમી 320- 19 ઓવરહેડ કેબલ તુટયો હોવાની જાણ કરી હતી.


બનાવની જાણ થતાં ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. મુંબઇ – અમદાવાદ તેજસ એકસપ્રેસને ભરૂચ ખાતે થોભાવી દેવાની ફરજ પડી હતી. રેલવેની ટીમો સ્થળ ઉપર પહોંચી છે અને વાયરના રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. ઓવરહેડ વાયરના રીપેરીંગ માટે વડોદરાથી ખાસ મશીન મંગાવવામાં આવ્યું છે.