Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ વધી રહ્યું છે. આ સાથે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની યુદ્ધ કેબિનેટમાં પણ મતભેદો શરૂ થયા છે.


રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી અતામર ગીવિરે નેતન્યાહુને રાજીનામાની ધમકી આપી છે. કટ્ટરપંથી યહૂદી નેતા ગીવિરે કહ્યું- ન તો હમાસ વિરુદ્ધ યુદ્ધ બંધ થવું જોઈએ અને ન તો આપણી સેનાની કાર્યવાહી નબળી પડવી જોઈએ. જો આમ થશે તો હું સરકારમાં રહીશ નહીં.

બીજી તરફ પોલેન્ડના વોર્સો શહેરમાં બંધકોને છોડાવવાના મુદ્દે અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA અને ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના વડાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ છે. કતાર પણ આમાં સામેલ છે.

પોતાની જ સરકારની ટીકા
હમાસ સાથેના યુદ્ધના મામલામાં ગીવીરે પોતાની જ સરકારને ભીંસમાં મૂકી. કહ્યું- હમાસ સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. જો સેના પૂરી તાકાતથી યુદ્ધ નહીં લડે તો હું આ ગઠબંધન સરકાર છોડી દઈશ. બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને યુદ્ધ ચાલુ છે. સરકારે ગાઝાને મદદ કરવા માટે કેટલાક નિર્ણયો લીધા છે. હું તેમને યોગ્ય માનતો નથી.

ગીવીરે વધુમાં કહ્યું- ગાઝામાં ઈંધણના 200 ટેન્કર મોકલવા ન જોઈએ. ત્યાં પૈસા પણ ન મોકલવા જોઈએ. હમાસ બંધકોની મુક્તિ માટે કડક શરતો મૂકી રહ્યું છે. નેતન્યાહુએ મારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. હમાસને કોઈ તક ન આપવી જોઈએ. તેઓ હજુ પણ આપણા દેશ પર રોકેટ છોડે છે. મેં ગયા મહિને પણ યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો. સરકાર રહે કે ન રહે, આપણે હમાસ સામે ઝૂકવું જોઈએ નહીં.