Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં વેપારીઓ અને શાળા સંચાલકો સાથે સીલ ઝુંબશનો ઉગ્ર વિરોધ કરી સીલ ખોલાવવા માટે ઉપરાણા લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવની ખુદની યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઈમારતને ગત તા. 16 જુલાઇ આસપાસ સીલ મારી દેવામાં આવ્યું હતુ. જોકે, હવે તે સિલ ખોલી દેવામા આવ્યુ છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાં પ્રમાણે, બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે ઉપરાંત ફાયર એનઓસી લેવા માટે ટેમ્પરરી જગ્યા ખોલવામાં આવી છે. આ મુદ્દત બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટેની છે જે થઈ ગયા બાદ જ આ બિલ્ડિંગ કાયમી પણે ખોલવા માટેની મંજૂરી આપવામાં આવશે. છેલ્લા અઢી માસમાં આ રીતે 600 જેટલી મિલકતના સીલ ખોલવામાં આવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, યાજ્ઞિક રોડ ઉપર જૂની સ્નો ક્રીમ શોપ તરીકે ઓળખાતી જગ્યામાં વી.પી. વૈષ્ણવ અને તેના પરિવાર દ્વારા ત્રણ માળનું બિલ્ડિંગ બનાવી નાખીને બે બાજુ મોટા શટર પણ નાખી દીધા હતા. જેમાં ટી.આર.પી. આગકાંડ બાદ શેરીમાં આવેલા બે પૈકી એક શટરને રાતો રાત બંધ કરી દેવાયું હતું. આખુ બિલ્ડિંગ કોઈ મોટી કંપનીને ભાડે આપવા હિલચાલ હતી ત્યાં મનપાએ ગેરકાયદે બાંધકામ હોવાનું જણાવીને સીલ મારી દીધા હતા. જાણવા મળ્યા મુજબ મનપાએ મુખ્ય દરવાજા તેમજ સાઈડમાં આવેલા દરવાજે સીલ મારીને મુખ્ય દરવાજે નોટિસ પણ લગાવી દીધી હતી.

Recommended