અમેરિકા ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ક્ષેત્રમાં એરફોર્સ બેઝ પર પરમાણુ બોમ્બર્સ છોડવાની ક્ષમતા સાથે B-52 બોમ્બર તહેનાત કરવા જઈ રહ્યું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ અમેરિકા ઓસ્ટ્રેલિયાના ટિંડાલ એરબેઝ પર 6 પરમાણુ બોમ્બર તહેનાત કરશે. તેનાથી ચીનની ચિંતા વધી શકે છે.
અમેરિકાએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યું છે,જ્યારે ચીન સોલોમન આઈલેન્ડમાં સૈન્ય બેઝ બનાવી રહ્યું છે. ખરેખરમાં, ચીન એશિયા અને ખાસ કરીને પેસેફિક મહાસાગરમાં ઝડપથી પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. આ માટે ચીન સોલોમેન આઈલેન્ડમાં નેવી બેઝ બનાવીને એસ્ટ્ર્લિયામાં સેના મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
સોલોમન ટાપુઓ ઓસ્ટ્રેલિયાની ખૂબ નજીક છે. અહીંથી ગ્વાડલ કેનાલ પ્રશાંત મહાસાગરમાંથી ઓસ્ટ્રેલિયા થઈને ન્યુઝીલેન્ડ પહોંચે છે. આ જ કારણ છે કે અમેરિકા હવે ઓસ્ટ્રેલિયામાં સેના તહેનાત કરવા માંગે છે. ટિંડલ એરબેઝ પર અમેરિકા B-52 બોમ્બર્સના ઉતરાણ અને રહેવા માટે જરૂરી સેવા વિકસાવશે.
ચીનની સાથે વધતા તણાવને જોતા અમેરિકા માટે ઑસ્ટ્રેલિયાનો ઉત્તરીય વિસ્તાર મુખ્ય સંરક્ષણ હબ બની ગયો છે. નિષ્ણાતોના કહેવા મુજબ તાઈવાન પર ચીનના હુમલાની ધમકી વચ્ચે અમેરિકા ડ્રેગનને ચેતવણી આપવા માંગે છે, તેથી B-52 બોમ્બર તહેનાત કરવા જઈ રહ્યું છે.