છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા હતા. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી 41 જેટલી ચોરીની આરોપીઓ પાસે કબૂલાત કરાવી છે.
તપાસ દરમિયાન MPનાં કડીયા ગામમાં આ પ્રકારની ચોરીની તાલીમ આપવા માટેની શાળા ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેંગને ઝડપી લેવા પોલીસે MPનાં વિવિધ ગામોમાં કેમ્પ કરી, વેશપલટો કરી આરોપીઓ અંગે માહિતી મેળવી હતી. અને ગેંગ રાજકોટ આવતી હોવાની જાણ થતાં માલિયાસણ ખાતે વોચ ગોઠવી આ ગેંગને દબોચી લીધી હતી. હાલ પોલીસે આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.