મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદના પગલે સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતાં નર્મદા ડેમ છલકાઇ ઉઠયો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી વહી મા રેવા અરબી સમુદ્ર તરફ પ્રયાણ કરી રહી છે. આલિયાબેટ પાસે નર્મદા નદી અને સમુદ્રનું મિલન થાય છે. છેલ્લા 12 કલાકથી ડેમની સપાટી 135.05 મીટર પર સ્થિર રહી છે. ઉપરવાસમાંથી 1.17 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 5 દરવાજા ખોલી 65 હજાર કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે જયારે કેનાલમાં 22 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.