તાજેતરમાં કલકત્તામાં મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ કરીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા ત્રણ દિવસથી જુનિયર ડોક્ટરો ડૉક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. અને ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ કરવામાં આવી છે ત્યારે આજે એલ.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં રેપિસ્ટોને ફાંસીની માંગ કરવામાં આવી હતી.
ગુજરાત NSUI ના પ્રદેશ મંત્રી અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ ઉપર રેપની ઘટના બની તે દુઃખ જ છે આ પ્રકારની ઘટનાઓ દેશમાં અવારનવાર બને છે પરંતુ આવી ઘટનાઓ બને જ શા માટે છે?, જેથી સરકારે દુષ્કર્મ કરનારા સામે કડક પગલા લેવા જોઈએ. પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ પરંતુ તેઓને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ પ્રકારનું દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા મળે.