Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોને તેના ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. મીશોએ IPO માટે તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને સુપરત કર્યું છે.

મીશો નવા શેર ઇશ્યૂ દ્વારા આશરે 480 મિલિયન ડોલર (₹4,221 કરોડ) એકત્ર કરશે. વધુમાં, 300 મિલિયન ડોલર (₹2,638 કરોડ) મૂલ્યના શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે.

કુલ IPO નું કદ 800 મિલિયન ડોલર (₹7,036 કરોડ) હશે. કંપની આ ભંડોળનો ઉપયોગ ટેકનોલોજી અપગ્રેડ, બ્રાન્ડ બિલ્ડીંગ અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરશે.

બુકબિલ્ડિંગ પ્રક્રિયા 30-45 દિવસ સુધી ચાલુ રહેશે, ત્યારબાદ IPO લોન્ચ થશે અને વેલ્યુએશનને ફાઈનલ થશે. જોકે, કંપનીઓ સામાન્ય રીતે IPOમાં તેમના 10% શેર વેચે છે, તેથી મીશોની વેલ્યુએશન લગભગ 8 બિલિયન ડોલર (₹70,360 કરોડ) આસપાસ થવાની ધારણા છે.