રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં અંદાજિત ₹1003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે આજે અમદાવાદના પંડિત દિનદયાળ હોલમાં ગૃહમંત્રી અમિત શાહે CAA કાયદા હેઠળ નાગરિકતાના પ્રમાણ પત્ર આપ્યા હતા.
દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આ ભાવુક ક્ષણ છે. CAA લાખો લોકોને નાગરિકત્વ દેવાની વાત નથી પરંતુ, લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનું છે. તુષ્ટિકરણ કરવાવાળી કોંગ્રેસે 1947થી 2014 સુધીમાં ન્યાય નથી મળ્યો.આ પડોશી દેશમાં પણ પ્રતાડિત થયા અને અહીં પણ પ્રતાડિત થતા રહ્યા. લાખો-કરોડો લોકો પોતાના જ દેશમાં ત્રણ પેઢીથી ન્યાય માટે તડપતા રહ્યા. પરંતુ ઇન્ડિ ગઠબંધનની તુષ્ટીકરણની નીતિએ આમને ન્યાય આપ્યો નહીં. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે ન્યાય આપ્યો છે. મોદી સરકારે CAA કાયદો લાવીને શરણાર્થી અને વિસ્થાપિતોને ન્યાય અપાવ્યો છે. વિભાજન સમયે અનેક અત્યાચાર થયા હતા. કોંગ્રેસે અનેક વાયદા કર્યા હતા કે, પાડોશી દેશમાં રહેતા શીખ, પારસી, હિન્દુ આવે પરંતુ, ચૂંટણી આવીને તેઓ ફરી ગયા. વાયદાઓ ભૂલી ગયા હતા. જો નાગરિકતા આપીશું તો વોટ બેન્ક તૂટી જશે. શરણાર્થી અને વિસ્થાપિતોને નાગરિકતા ના આપીને ખુબ મોટું પાપ કર્યું છે.