Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતા રાજનીતિ ગરમાઈ છે.


પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ત્રણેય નેતાઓને હારતોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા પીઆઈ અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઈટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા.

સમગ્ર મામલે વિસાવદરના એએસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે, માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.