રશિયા-યુક્રેન યુદ્ધમાં 6 લાખથી વધુ રશિયન સૈનિકોના મોત થયા છે. યુક્રેનની વેબસાઈટ કિવ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, યુક્રેનિયન આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર થયેલા હુમલા બાદ 6,03,010 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
જનરલ સ્ટાફે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં યુક્રેને 8,522 રશિયન ટેન્ક, 16,542 આર્મર્ડ વાહનો, 17,216 આર્ટિલરી સિસ્ટમ્સ, 1,166 રોકેટ સિસ્ટમ્સ, 928 એર ડિફેન્સ સિસ્ટમ્સ, 367 પ્લેન, 328 હેલિકોપ્ટર, 13,902 ડ્રોન, 28 જહાજ અને 1 સબમરીનનો નાશ કર્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે મંગળવારે 1,210 રશિયન સૈનિકો માર્યા ગયા હતા. તેમજ, રશિયન સેનાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે મંગળવારે 2,000થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા.