Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં શીતલ પાર્ક પાસે રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપનું કામ કરતાં નિકુંજભાઈ ખંધડિયા (ઉ.વ.34)એ યુનિવર્સીટી પોલીસમાં ચિત્રકૂટ મેઈન રોડ પર ચિત્રકૂટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ રાજકોટ, સુરત, મોરબી અને ગીર-સોમનાથ જિલ્લામાં મળી કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને વર્ષ 2021માં પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, આરોપી પોતે સોશિયલ મીડિયામાં સસ્તામાં મોબાઈલ વેચવાની જાહેરાત મૂકી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી મોબાઈલ ન આપી ફોન સ્વીચ ઓફ કરી છેતરપિંડી આચરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

જયેશ ઉર્ફે જયદિપ ઝાલાની પોલીસે કરી ધરપકડ રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પીઆઇ એચ.એન.પટેલની ટીમે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન આરોપી જયેશ ઉર્ફે જયદીપ ઝાલા (ઉ.વ.23)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રીઢો ગુનેગાર છે અને અવારનવાર સાયબર ક્રાઇમ આચરતો હોવાથી તેના વિરુદ્ધ રાજકોટ, સુરત, મોરબી અને ગીરસોમનાથ જિલ્લામાં મળી કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા છે અને વર્ષ 2021માં પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો છે, જયારે આજ રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વેપારી સાથે 91,000ની ઠગાઈ કેસમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

8 અરજદારો પાસેથી 4.28 લાખ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચર્યું પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી પોતે સોશિયમ મીડિયા માધ્યમ પર ફેસબુક અને OLX પર સસ્તા ભાવે મોબાઈલ ફોન વેચવા માટે જાહેરાત મુકતો હતો અને બાદમાં ગ્રાહક પાસેથી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી લઇ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતો હતો અને ગ્રાહકને કોઈ મોબાઈલ ફોન વહેંચતો ન હતો. આરોપીએ ઓનલાઇન સાયબર ફ્રોડ આચરવા માટે અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી 50 જેટલા મોબાઈલ સીમકાર્ડ પણ ખરીદ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. NCCPR પોર્ટલ પર અરજી અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી દ્વારા સુરત, રાજકોટ, મોરબી, ગાંધીનગર અને મહારાષ્ટ્રમાં મળી કુલ 8 અરજદારો પાસેથી 4.28 લાખ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચર્યું છે.