રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રેસકોર્સ સ્નાનાગાર શાખા ખાતેના લોકમાન્ય તિલક સ્નાનાગાર જુલાઇ-2024થી એપ્રિલ-2025 સુધી રિપેરિંગ-રિનોવેશનની કામગીરી સબબ સ્નાનાગાર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો હતો. જે હાલ તા.01-05થી ફરીથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવે છે. જેમાંસ્નાનાગાર ખાતે શિખાઉ,જાણકાર તથા ચિલ્ડ્રન સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. સ્નાનાગારની સુવિધાઓનું ત્રિમાસિક રજિસ્ટ્રેશનતા.28મીના સવારે 11.00 કલાકથીwww.rmc.gov.inપરથીઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે.
ગત ચોમાસા દરમિયાન રેસકોર્સ લોક માન્ય તિલક સ્નાનાગાર રિનોવેશનની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો હતો તથા તે અન્વયે મુખ્ય સ્વિમિંગ પૂલ તથા ચિલ્ડ્રન સ્વિમિંગ પૂલની ટાઈલ્સનું નવીનીકરણ તથા વોટરપ્રૂફિંગ કામ, ડેક એરિયાનું વિસ્તૃતિકરણ તથા બ્યુટીફિકેશન, ચિલ્ડ્રન માટે બોયઝ તથા ગર્લ્સ શાવર રૂમ, પતરાંના ટેમ્પરરી પમ્પિંગ રૂમને બદલે નવું પાકું બાંધકામ, એક્વા જીમ માટે હોલની સુવિધા અને બેલેન્સિંગ ટેન્કનું વિસ્તૃતિકરણની કામગીરી રૂ.1.63 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. 30મી એપ્રિલે કામગીરી પૂર્ણ થનાર હોય આગામી માસથી રેસકોર્સનો સ્વિમિંગ પૂલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમતગમતની સુવિધાઓમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારિયા રોડ,શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ,શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ એમ 4 સ્નાનાગાર ખાતેશિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા ગત 27મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી અને માત્ર 30 દિવસમાં 7439 સભ્યના રજિસ્ટ્રેશન થયા છે.