ગોંડલનાં વાસાવડ પંથકમાં મેઘમહેર થઇ છે અને સવારથી શરૂ થયેલી વરસાદી હેલીથી બે ઇંચ સુધી પાણી વરસતાં મોલાતને મોટી રાહત મળી છે.તો બીજી તરફ મોરબી જિલ્લામાં આજે શનિવારથી વરસાદ જામશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
ગોંડલના વાસાવડમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસવો શરુ થયો હતો. સાંજ સુધીમાં 2 ઇંચ નોંધાયો છે. આસપાસનાં કેશવાળા, ધરાળા, રાવણા, મોટી ખીલોરી અને પાટ ખીલોરીમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા મોલાત ને રાહત મળી છે. તો બીજી તરફ મોરબીમાં આકરી ગરમીના ડોઝ વચ્ચે હવામાન વિભાગે આવતીકાલથી વરસાદની આગાહી કરી છે.